Top 10 similar words or synonyms for મધર

isbn    0.687032

નઝ    0.683539

કસન    0.668702

ઈફ    0.667369

ઑફ    0.664978

ઈકલ    0.655248

યઝ    0.640925

ફન    0.635464

એડવર    0.634372

એલન    0.624571

Top 30 analogous words or synonyms for મધર

Article Example
મધર ટેરેસા 1929માં તેઓ ભારત આવ્યાં અને દીક્ષાર્થી તરીકેનો પોતાનો અજમાયશી કાળ હિમાલય પર્વતમાળા નજીકના દાર્જિંલિંગમાં શરૂ કર્યો. મે 24, 1931ના તેમણે નન તરીકે પ્રથમ ધાર્મિક શપથ લીધા. મિશનરીઓના આશ્રયદાતા/પ્રોત્સાહક સંત થેરેસે દે લિસિઅકસના નામ પરથી તેમણે એ વખતે પોતાના માટે ટેરેસા નામ પસંદ કર્યું. પૂર્વ કલકત્તાની લોરેટો કોન્વેન્ટ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપતાં હતાં ત્યારે મે 14, 1937ના તેમણે વિધિપૂર્વકના શપથ લીધાં.
મધર ટેરેસા સપ્ટેમ્બર 10, 1946ના પોતાનો વાર્ષિક એકાંત સમય ગાળવા માટે કલકત્તાથી દાર્જિંલિંગની લોરેટો કોન્વેન્ટ જતી વખતે ટેરેસાને જે અનુભવ થયો તેને તેમણે પાછળથી "અંતરાત્માનો અવાજ" તરીકે વર્ણવ્યો હતો. "મારે કોન્વેન્ટ છોડવાની હતી અને ગરીબો વચ્ચે રહીને તેમને મદદ કરવાની હતી. આ સ્પષ્ટ આદેશ હતો. જો હું એને માનવામાં નિષ્ફળ નીવડું તો મેં મારો ધર્મ ચૂકયો કહેવાય." 1948માં તેમણે ગરીબો સાથેનું પોતાનું મિશનરી કાર્ય શરૂ કર્યુ તેમણે લોરેટોના પરંપરાગત પોશાકના સ્થાને ભૂરી કિનારવાળી સાદી સફેદ સુતરાઉ "સાડી" અપનાવી તથા ભારતીય નાગરિકત્વ સ્વીકાર્યુ અને ઝૂંપડપટ્ટીમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે મોતીજહિલમાં એક શાળા શરૂ કરી; પરંતુ થોડા જ સમયમાં તેઓ વંચિતો/નિરાધારો અને ભૂખે મરતા લોકોની સંભાળમાં લાગી ગયાં.
મધર ટેરેસા 1996 સુધીમાં તો તેઓ 100થી વધુ દેશોમાં 517 મિશન ચલાવતાં હતાં. વર્ષો વીતતાં ગયાં તેમ મધર ટેરેસાના મિશનરિઝ ઓફ ચૅરિટિ બારમાંથી હજારો બન્યાં અને વિશ્વભરમાં 450 કેન્દ્રોમાં "ગરીબમાં ગરીબ" લોકોની સેવામાં પરોવાયાં. યુનાઈટેડ સ્ટેટ્સમાં પહેલું મિશનરિઝ ઓફ ચૅરિટિ હોમ દક્ષિણ બ્રોન્કસ, ન્યૂ યોર્કમાં સ્થપાયું; 1984 સુધીમાં તો આ ક્રમ દેશભરમાં 19 આવાં ચૅરિટિમાં પરિણમ્યો.
મધર ટેરેસા 1992માં પ્રકાશિત થયેલી, મધર ટેરેસાની અધિકૃત જીવનકથા એક ભારતીય સરકારી કર્મચારી, નવીન ચાવલા દ્વારા લખવામાં આવી હતી.
મધર ટેરેસા 1979માં, મધર ટેરેસાને "જે શાંતિને પણ જોખમમાં મૂકે છે તે ગરીબી અને દુર્દશામાંથી બહાર આવવાનો સંઘર્ષ હાથ ધરવા બદલ" શાંતિ માટેનું નોબલ પ્રાઈઝ એનાયત થયું. તેમણે વિજેતાઓને આપવામાં આવતી પરંપરાગત મિજબાનીને નકારતાં કહ્યું કે આ દુન્યવી ઈનામો તો જ મહત્ત્વના ઠરે છે જો તે તેમને વિશ્વના જરૂરિયાતમંદોને મદદ કરવા માટે મદદરૂપ બને અને 192,000 ડૉલર ભારતના ગરીબોને આપવા જણાવ્યું હતું. જયારે મધર ટેરેસાએ આ એવોર્ડ સ્વીકાર્યો ત્યારે "વિશ્વશાંતિ માટે અમે શું કરી શકીએ?" એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, "ઘેર જાઓ અને તમારા પરિવારને પ્રેમ કરો." પોતાના નોબલ લેકચરમાં આ જ વિષય પર તેમણે વધુ ઊંડાણપૂર્વક વાત કરી હતી, "માત્ર ગરીબ દેશોમાં જ નહીં, પણ આખા વિશ્વમાં, પશ્ચિમના દેશોમાં પણ મને ગરીબી જોવા મળી છે, મિટાવવી ઘણી વધુ મુશ્કેલ હોય તેવી ગરીબી. જયારે હું ગલીમાં કોઈ ભૂખી વ્યકિતને જોઉં છું, તેને ભાતની થાળી અને બ્રેડનો ટુકડો આપું છું, ત્યારે મને ખબર છે કે મેં તેની ભૂખ સંતોષી દીધી છે, એ ભૂખ દૂર કરી છે. પણ જેના હોઠ સીવેલા છે અને જે અંદરથી પોતાની જાતને વણજોઈતી કે પ્રેમના અભાવથી ઘેરાયેલી, ભયગ્રસ્ત અનુભવે છે, એ વ્યકિત કે જે પોતાને સમાજમાંથી બહાર ફેંકાયેલી અનુભવે છે- આ ગરીબી એટલી નુકસાનકારક છે અને એટલી બધી છે કે મને તેને દૂર કરવી ઘણી મુશ્કેલ લાગે છે." તેમણે ગર્ભપાતને પણ "વિશ્વમાં શાંતિના સૌથી મોટા વિધ્વંસક" તરીકે ઓળખાવ્યો હતો.
મધર ટેરેસા મધર ટેરેસાના અવસાનની પહેલી વરસી પર "સ્ટર્ન" નામના જર્મન સામયિકે એક આલોચનાપૂર્ણ લેખ પ્રકાશિત કર્યો. નાણાકીય બાબતો અને દાનના નાણાના ખર્ચ બાબતના આક્ષેપોની વાત તેમાં છેડવામાં આવી હતી. એકદમ જુદા દેખાવ અને દર્દીઓની જરૂરિયાતો અંગેની અગ્રિમતાઓમાંથી ઉદ્ભવેલી તેમના અંગેની ટીકાઓને મેડિકલ પ્રેસે પણ સ્થાન આપ્યું હતું. તેમના અન્ય ટીકાકારોમાં "ન્યૂ લેફટ રીવ્યૂ" ના સંપાદકમંડળના સભ્ય તારીક અલી, અને જન્મે આઈરિશ એવા શોધ પત્રકાર દોનાલ મૅકઈન્ટયારનો સમાવેશ થાય છે.
મધર ટેરેસા મધર ટેરેસાએ પોતાના દસ વર્ષના શંકાના ગાળા પછી, તેમની શ્રદ્ધા પુનર્જીવિત થઈ હોય તેવા ટૂંકા ગાળાનું વિવરણ કર્યું છે. 1958ની પાનખરમાં પોપ પાયસ બારમાના મૃત્યુ સમયે, તેમના માટે અંતિમ પ્રાર્થના કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ પોતે "ખૂબ લાંબા અંધકારઃ એ વિચિત્ર વેદના"માંથી મુકત થયા છે. જો કે, પાંચ અઠવાડિયાં પછી, તેમણે ફરીથી શ્રદ્ધા જાળવી રાખવામાં પડતી મુશ્કેલીઓ વર્ણવી હતી.
મધર ટેરેસા 66 વર્ષના ગાળા દરમ્યાન મધર ટેરેસાએ પોતાના ઉપરીઓ અને કન્ફેસર્સ(પાપનો એકરાર સાંભળનાર પાદરીઓ)ને અનેક પત્રો લખ્યા હતાં. પોતાના આ પત્રોનો નાશ કરવામાં આવે તેવી ઇચ્છા તેમણે વ્યકત કરી હતી, નહીં તો "લોકો મારા વિશે વધુ, અને જિસસ વિશે ઓછું વિચારશે."
મધર ટેરેસા જો કે, તેમની આ વિનંતી છતાં તેમનો પત્રવ્યવહાર "મધર ટેરેસાઃ કમ બિ માય લાઈટ" (ડબલડે)માં સંકલિત કરવામાં આવ્યો છે. પોતાના આધ્યાત્મિક રહસ્યમિત્ર પૂજય મિશેલ વાન દેર પીટને લખેલો એક પત્ર, જે જાહેર થઈ ચૂકયો છે, તેમાં તેમણે લખ્યું હતું, "તમારા પર જિસસને બહુ વિશેષ પ્રકારનો પ્રેમ છે. (પણ) મારા માટે, મૌન અને શૂન્યતા એટલા મહાન છે, કે હું જોઉં છું અને મને દેખાતું નથી, - સાંભળું છું અને શબ્દો મારા કાને નથી પડતા- જીભ હલે છે (પ્રાર્થનામાં) પણ કશું કહેતી નથી... હું ઇચ્છું છું કે તમે મારા માટે પ્રાર્થના કરો- કે હું તેને મુકત દોર આપું."
મધર ટેરેસા 1997માં મધર ટેરેસાના અવસાન બાદ, પવિત્ર બિશપપીઠે સંતત્વ તરફ બીજું પગલું, એટલે કે મુકિતની પ્રક્રિયા શરૂ કરી. આ પ્રક્રિયા માટે મધર ટેરેસાની મધ્યસ્થિથી કરવામાં આવેલા કોઈક ચમત્કારનું દસ્તાવેજીકરણ આવશ્યક છે. વર્ષ 2002માં, વેટિકને એક ભારતીય સ્ત્રી, મોનિકા બેસરાના પેટની ગાંઠ, મધર ટેરેસાની તસવીરવાળું લોકેટ પહેર્યા પછી દૂર થયાનો ચમત્કાર નોંધ્યો છે. મધર ટેરેસાની તસવીરમાંથી એક પ્રકાશનો પટ્ટો નીકળ્યો, અને તેનાથી કેન્સરગ્રસ્ત ગાંઠ મટી ગઈ એવું મોનિકા બેસરાએ કહ્યું હતું. બેસરાનો કેટલોક તબીબી સ્ટાફ અને શરૂઆતમાં બેસરાના પતિએ પણ તેમની ગાંઠ પરંપરાગત તબીબી ઉપચારથી દૂર થઈ હોવાનો દાવો કર્યો હતો. આ દાવા સામે મોનિકાના તબીબી રેકોર્ડોમાં મોજૂદ સોનોગ્રામ, પ્રિસ્ક્રીબ્શન્સ અને સામાન્ય ડૉકટરની નોંધો પરથી આ ચમત્કાર હતો કે નહીં તે સાબિત કરી શકાય તેવો પણ એક દષ્ટિકોણ હતો. આ તમામ રેકોર્ડ મિશનરિઝ ઓફ ચૅરિટિના સિસ્ટર બેટ્ટા પાસે છે તેવો મોનિકાનો દાવો હતો. સિસ્ટર બેટ્ટાએ આ અંગે કોઈ પણ નિવેદન આપવાની ના પાડી હતી. જે હોસ્પિટલમાં મોનિકાની તબીબી સારવાર થઈ રહી હતી તે બાલુરઘાટ હોસ્પિટલના અધિકારીઓના કહેવા મુજબ આ ગાંઠ દૂર થવાની બાબતને ચમત્કાર તરીકે ઘોષિત કરવા માટે તેમના પર કૅથેલિક સંગઠન દબાવ કર્યો હતો.